માંડ-માંડ જીવ બચ્યો : કર્મચારી ઓરડામાં ગયો ત્યારે અચાનક ખાટલાની નીચેથી દીપડો બહાર આવ્યો…વીડિયો જોઈ હચમચી જશો…

Published on: 11:43 am, Sun, 7 August 22

જુનાગઢ જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવતા હોય છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળના ઢેલાણા નગરપાલિકાની પાણીની ટાંકીની ઓરડીમાં એક દીપડો ઘુસી આવવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કર્મચારી મોટર ચાલુ કરવા માટે ઓરડામાં ગયો હતો.

ત્યારે તેને ખૂંખાર દીપડાને ઓરડામાં જોયો હોત તો અને તેનો જીવ તાળવે ચોટી ગયો હતો. આ ઘટનામાં સદનસીબે દીપડાએ કર્મચારી ઉપર પ્રહાર ન કર્યા. નહીંતર કર્મચારીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને દીપડાનો રેસક્યુ કર્યો હતો. મળતી માહિતી અનુસાર કર્મચારી પાણીની મોટર ચાલુ કરવા માટે ઓરડામાં ગયો હતો. આ દરમિયાન ઓરડામાં ખાટલાની નીચેથી અચાનક દીપડો બહાર આવ્યો હતો. જેના કારણે કર્મચારી ખૂબ જ ડરી ગયો હતો.

દીપડો તેના ઉપર પ્રહાર કરે તે પહેલા તો કર્મચારી ઓરડો બંધ કરીને બહાર દોડી આવ્યો હતો અને આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને કરી હતી. દિપડા ની વાત સાંભળીને સ્થાનિક લોકોમાં ભાઈનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાનો રેસ્ક્યુ કર્યો હતો. દીપડાની વાત સાંભળીને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને પહેલા લોકોના જીવ તાળવી ચોટી ગયા છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માંડ-માંડ જીવ બચ્યો : કર્મચારી ઓરડામાં ગયો ત્યારે અચાનક ખાટલાની નીચેથી દીપડો બહાર આવ્યો…વીડિયો જોઈ હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*