આપણા ગરવી ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે. કારણ કે આ ધરતી ઉપર ઘણા ચમત્કારી સાધુ-સંતોએ અને ઘણા મોટા મોટા લોકોએ જન્મ લીધા છે. જન્મેલા સાધુ સંતો પોતાના કામથી અને માનવસેવાથી સેકડો લોકોનો ઉદ્રાર કરતા ગયા છે. તેમાં સૌથી મોખરે નામ બજરંગદાસ બાપાનું આવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે બગદાણા વાળા બજરંગદાસ બાપાએ પોતાનું આખું જીવન લોકોની સેવા પાછળ અર્પણ કરી દીધું છે. આપણે સોશિયલ મીડિયા પર બજરંગદાસ બાપાની ઘણી વાતો સાંભળી હશે. ત્યારે આજે આપણે બજરંગદાસ બાપાના ઘર અને તેમના ગામ વિશે વાત કરવાના છીએ.
બજરંગદાસ બાપાના જન્મની વાત કરે તો તેમનો જન્મ ભાવનગર જિલ્લાના વલભીપુર પાસે આવેલા લાખણકા ગામમાં થયો હતો. આ ગામની શેરીઓમાં હસતા ખેલતા બજરંગદાસ બાપા મોટા થયા હતા. મિત્રો આજે પણ લાખણકા ગામમાં બજરંગદાસ બાપાનું મકાન આવેલું છે. તમને જણાવી દઈએ કે બજરંગદાસ બાપાના વંશજો આજે પણ આ ઘરમાં રહે છે.
આ ઘરમાં બજરંગદાસ બાપાના વંશજોમાં મનુબાપુ રહે છે. મનુબાપુ સંબંધમાં બજરંગદાસ બાપાના પૌત્ર થાય છે. અહીં પણ બજરંગદાસ બાપાની એક સુંદર મઢૂલી બનાવવામાં આવી છે. દરરોજ અહીં સમયસર બજરંગદાસ બાપાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ જગ્યાનું સ્થાનનું મહત્વ પણ બગદાણા ગામ જેટલું જ છે.
મિત્રો બગદાણાની જેમ લોકો અહીં પણ બજરંગદાસ બાપાના ઘરના દર્શન કરવા માટે આવે છે. બજરંગદાસ બાપાના વંશજ મનુબાપુ એ જણાવ્યું કે, જ્યારે બજરંગદાસ બાપા દેવલોક પામ્યા. ત્યારે અચાનક જ ગામમાં નગાડા વાગવા લાગ્યા હતા. એટલું જ નહીં પરંતુ બજરંગદાસ બાપા જ્યારે દેવલોક પામ્યા ત્યારે ગામમાં ચંદનનો વરસાદ પણ થયો હતો.
આ દ્રશ્યો જોઈને ગામના લોકો અને આસપાસના ગામના લોકો પણ ચોકી ઉઠ્યા હતા. મિત્રો આજે પણ બજરંગદાસ બાપાના વંશો જોએ તેમનું આ ઘર સાચવી રાખ્યું છે. ઘરની બરાબર સફાઈ કરીને તેની સારી રીતે સંભાળ કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment