દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને શાકભાજીના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતાં ગૃહણીઓ મુંઝવણમાં મુકાય છે.
સતત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગના પરિવારને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં જ સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચી ગયો છે.
હાલમાં રાજકોટમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2775 રૂપિયા પહોંચી ગયો છે. હજુ પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ રાજકોટ માર્કેટયાર્ડમાં એક તરફ 10.50 લાખ ગુણ મગફળીની આવક થઈ રહી છે.
તેમ છતાં પણ સતત સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિંગતેલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. બીજી તરફ અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ અને અન્ય તેલના ભાવમાં પણ 20 થી 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
હજુ પણ આગામી સમયમાં મોટાભાગના તેલના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. સિંગતેલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા વિચારમાં પડી ગઈ છે કે, મગફળીનું ઉત્પાદન વધુ હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં વધારો કઈ રીતે થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment