કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, કેરીનું ઉત્પાદન ઘટી શકે તેવી શક્યતાઓ…

ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. આ કારણોસર આ વર્ષે કેરીનું આગમન પણ મોડું થયું છે અને તેના ભાવ બમણા ચૂકવવા પડે છે. ત્યારે કેસર કેરીના શોખીન માટે માઠા સમાચાર સામે આવ્યા છે.

વધુ પડતી ગરમીના કારણે કેરીના પાકને પૂરતું પાણી ન મળવાના કારણે કચ્છની કેસર કેરીનું ઉત્પાદન ઓછું થશે તેવું ખેડૂતોનું માનવું છે. કચ્છમાં ગયા વર્ષે 65 હજાર મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સરખામણીમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થઈ શકે તેવી શક્યતાઓ છે.

ઉપરાંત આ વર્ષે કેરીનું ફળ નાનું આવે તેવી પણ શક્યતાઓ છે. સ્વાદમાં મીઠી અને ગુણવત્તાયુક્ત કચ્છની કેસર કેરીની માંગ દર વર્ષે ભારત અને વિદેશમાં પણ હોય છે. આ વર્ષે કચ્છની કેરીનું ઉત્પાદન ઓછું થશે તેવી શક્યતાઓ છે. તે કારણોસર કેરીની ડિમાન્ડ પણ વધશે અને ભાવ પણ વધશે.

થોડાક સમય પહેલા કેરીના ઝાડ પર ફ્લાવરિંગ સારુ આવ્યું હતું. પરંતુ અચાનક જ ગરમીનું પ્રમાણ વધી જતાં ધીમે ધીમે ફ્લાવરિંગ ખરી પડ્યા છે. ભારે ગરમીના કારણે કેરીના પાકને પૂરતાં પ્રમાણમાં પાણી મળી શક્યું નથી. આ કારણોસર કેરીનું ઉત્પાદન ઓછું થઇ શકે તેવું ખેડૂતોનું કહેવું છે.

ગયા વર્ષે કેરીનું ઉત્પાદન પણ સારું થયું હતું અને કેરીનો માલ પણ સારો હતો. પરંતુ આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ ઓછું થયું છે અને કેરીનું ફળ નાનું જોવા મળી રહ્યું છે. તેની સામે કેરીનો ભાવ બમણા દેખાઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*