કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર : કેસર કેરીના સ્વાદની મજા માણવા માટે બમણાં રૂપિયા ચૂકવવા પડશે…

ગયા વર્ષે ગુજરાત રાજ્યમાં આવેલા વાવાઝોડાના કારણે આંબાના ઝાડને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ કારણોસર આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. કેરીના ઉત્પાદન સામે કેરીની માંગ વધારે હોવાના કારણે કેરીના ભાવ આ વર્ષે બમણા થઈ ગયા છે.

આ વર્ષે કેરીના રસિયાઓ માટે કેરીનો સ્વાદ માણવા ગયા વર્ષ કરતા બમણા રૂપિયા ચૂકવવા પડશે. હજુ પણ આગામી સમયમાં કેરીના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ આ વર્ષે કેસર કેરીનો ભાવ ગયા વર્ષ કરતાં બમણો થઇ ગયો છે.

ગયા વર્ષે 20 કિલો કેસર કેરીનો ભાવ 1300 થી 1500 રૂપિયા હતો. પરંતુ હાલમાં બજારમાં 20 કિલો કેસર કેરીનો ભાવ 2800 થી 3000 રૂપિયા ચાલી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં કેસર કેરીના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.

મળતી માહિતી મુજબ જ્યારે રાજ્યમાં કેરીની સીઝન સરખી શરૂ થશે. ત્યાર બાદ કેરીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે. ગયા વર્ષે 20 કિલો રાજાપુરી કેરીનો ભાવ 800 થી 1000 રૂપિયા ચાલતો હતો. આ વર્ષે 20 કિલો રાજાપુરી કેરીનો ભાવ 2000 રૂપિયા ચાલી રહ્યો છે..

ગયા વર્ષે 20 કિલો રત્નાગીરી હાફૂસ કેરીનો ભાવ 1400 થી 1500 રૂપિયા ચાલતો હતો. આ વર્ષે 20 કિલો રત્નાગીરી હાફૂસ કેરીનો ભાવ 4000 થી 4600 રૂપિયા ચાલી રહ્યો છે. ગયા વર્ષે 20 કિલો પાયરી કેરીનો ભાવ 1500 થી 2000 રૂપિયા ચાલતો હતો. આ વર્ષે 20 કિલો પાયરી કેરીનો ભાવ 3500 થી 4000 રૂપિયા ચાલી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*