ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ માટે આવ્યા ખરાબ સમાચાર, 150 થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ.

Published on: 9:48 pm, Fri, 22 January 21

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.કોંગ્રેસ અને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પહેલા નેતાઓના પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તો ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ભાજપ ફરી ઊંઘતું ઝડપાયું છે. બારડોલીના મઢી ગામે સુરાલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ની બેઠક મળી હતી.

તાલુકા ભાજપના વિવિધ સેલના 20 થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા હતા. આસપાસના ગામના સરપંચ, કાર્યકરો સહિત 150 થી વધુ લોકો એ ભાજપનો કેસરીયો ખેસ કાઢીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બારડોલી તાલુકામાં 150 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા ભાજપ ને ભારે તફકિક પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!