હવામાન વિભાગે આપી ચેતવણી,ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આભ ફાટશે

છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદે આંશિક વિરામ લીધો હતો. પરંતુ 3 દિવસથી વરસાદે ઉત્તર ગુજરાતમાં ફરીથી એન્ટ્રી કરી છે. બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવારે સાંજથી જ વરસાદની શરૂઆત થઈ છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગુરુવારે સવારથી જ વરસાદે ભારે બેટિંગ શરૂ છે, જેમાં મુશળધાર વરસાદ હાલ મહેસાણામાં પડી રહ્યો છે.બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

તેમણે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાશે. પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરમાં 7થી 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ બનશે. 10 સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડીમાં બનેલું ડીપ્રેશન આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે તે લૉ-પ્રેશર એરિયા બની ગયું છે. જે હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે તે ગુજરાતની નજીક છે, જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.