મિત્રો ગુજરાતની સૌથી લોકપ્રિય નવરાત્રી એટલે વડોદરા શહેરમાં યોજાતી ‘યુનાઇટેડ વે નવરાત્રી’. તમને જણાવી દઈએ કે દર વર્ષે ‘યુનાઇટેડ વે નવરાત્રી’નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે યુનાઇટેડ વે નવરાત્રીમાં ભારે હોબાળો મચી ગયો હતો. કારણ કે ગરબાનું ગ્રાઉન્ડ સરખું ન હતું અને ગરબા રમવા આવેલા ખેલૈયાઓને પહેલા જ દિવસે પગમાં ખૂબ જ કાંકરાવા ગયા હતા.
સતત બીજા દિવસે પણ ગરબાના ગ્રાઉન્ડમાં ખૂબ જ કાંકરા હોવાના કારણે ખેલૈયાઓએ પથ્થર-પથ્થરની બૂમો પાડી અને હોબાળો કર્યો હતો. જેના કારણે નવરાત્રી અધવચ્ચે જ બંધ કરી દેવી પડી હતી. ત્યારે સ્ટેજ પર હાજર અતુલ પુરોહિતે કહ્યું હતું કે, પેલી વાર એવું થયું કે મારા છોકરાઓએ મારા પર પથ્થર ફેક્યો અને મને માથા ઉપર વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું ગરબા નહીં શરૂ કરું. અતુલ પુરોહિતનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયું છે.
તું આજે આપણે અતુલ પુરોહિતના જીવનની ઘણી અનોખી વાતો જાણવાના છીએ. અતુલ પુરોહિત ખૂબ જ લોકપ્રિય અને વરિષ્ઠ કલાકાર છે. જેમણે ગરબા ગાયને પ્રસિદ્ધિ મેળવી છે. અતુલ પુરોહિતે 1982માં “તારા વિના શ્યામ મને એકલડું લાગે…” ગરબો ગાયો હતો અને ત્યારબાદ આ ગરબો લોકોનો ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો. પ્રથમ વખત આ ગરબો વડોદરા ના મહેસાણા નગરના ગરબા ગ્રાઉન્ડ પર ગાવવામાં આવ્યો હતો.
જેથી તેમણે આ વર્ષે ગરબાનું કોપીરાઇટ કરાવ્યું હતું. જેના કારણે ગરબાના મૂળ સંયોજકોનું અસ્તિત્વ રહે. અતુલ પુરોહિતનો જન્મ 29 ફેબ્રુઆરી, 1959ના દિવસે ડભોઇ તાલુકાના ઢોલાર ગામ ખાતે થયો હતો. તેમને બાળપણથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો. તેમને માત્ર 10 વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેઓ નાની ઉંમરે જ શાળામાં પ્રાર્થના ગાતા અને અન્ય કાર્યક્રમમાં ભજનો ગાતા હતા. ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓએ વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં નોકરી મેળવવી અને નાટ્યશાસ્ત્ર અભ્યાસ માટે વડોદરાની સંગીત કોલેજમાં એડમિશન લીધું હતું.
ત્યારબાદ ધીરે ધીરે અતુલ પુરોહિતે સ્થાનિક કલાકારો સાથે સ્ટેજ પર ગાવાનું ચાલુ કર્યું. સમય જતા અતુલ પુરોહિત ને ગરબા સાથે લગાવ થયો અને તેઓ નારાયણ ગરબા મંડળી સાથે જોડાયા અને ત્યારબાદ તેમના ગરબા લોકોને ખૂબ જ પસંદ આવવા લાગ્યા. પછી તો અતુલ પુરોહિત ને ગુજરાતના લોકપ્રિય કલાકાર જેવા કે, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ અને પ્રફુલ દવે સાથે ગાવાનો મોકો મળ્યો.
ત્યારબાદ ધીમે ધીમે અતુલ પુરોહિત ખૂબ જ લોકપ્રિય બની ગયા. પછી 1983 ના સમયમાં એમણે રિષભ નામના સંગીત જૂથની સ્થાપના કરી. તેમાંનું એક “ગીત તારા વિના શ્યામ” લોકોને ખૂબ જ પસંદ આવ્યું અને જ્યોત જોતામાં આ ગીત લોકપ્રિય બની ગયું. આ ગીતના કારણે અતુલ પુરોહિતનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ થવા લાગ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment