પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે…

160

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એક વખત મોદી સરકારને આડેહાથ લીધી છે.પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવાની યોજના અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રી જનતાને લખવાનું બંધ કરો અને પોતાના મિત્રોને પૈસા આપવાનું બંધ કરો અને આત્મનિર્ભર બનો. રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી સરકાર પર એક અલગ અલગ વિષય ઉપર પ્રહાર કરી રહ્યા છે. હાલમાં બિહાર ચૂંટણી નો પ્રચાર ચાલી રહ્યો છે .

જેમાં તેઓ સતત સરકાર પર નિશાન સાધી રહ્યા છે. બિહાર માં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારને નાના વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોની કોઈ ચિંતા જ નથી. કેન્દ્રની મોદી સરકાર માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે.રાહુલ ગાંધી વધારેમાં કહ્યું કે મારી અને અદાણી માટે નરેન્દ્ર મોદી રસ્તો સાફ કરી રહ્યા છે.

ખેડૂત મજૂરો અને દુકાનદારોને રસ્તામાંથી દૂર કરી રહ્યા છે. આવનારા સમયમાં તેમને આખા હિન્દુસ્તાની દોલત માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જોવા મળશે તો હાલમાં જ બનાવેલા ત્રણ કૃષિ કાયદા નો ઉલ્લેખ કરતાં.

તેમણે કહ્યું કે માર્કેટયાર્ડ વ્યવસ્થા ખતમ થઇ જશે.ટેકાના ભાવ પણ પૂરા થઈ જશે અને આવનારા દિવસોમાં તમારા ખેતર પણ આંચકી લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!