મિત્રો ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે. પરંતુ સુરત શહેરમાં ભગવાન શિવનું એક એવું મંદિર આવેલું છે. જ્યાં ભગવાન શિવને એવી વસ્તુ ચડાવવામાં આવે છે કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સુરતના ઉમરા ગામમાં આવેલા ભગવાન શિવના મંદિરમાં ભક્તો ભગવાન શિવને જીવતા કરચલા ચડાવે છે.
મિત્રો આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. અહીં ભગવાન શિવને વરસમાં એક વખત બાધા પૂરી કરવા માટે લોકો જીવતા કરચલા અર્પણ કરે છે. આ ઉપરાંત કાન ના રોગથી પીડાતા લોકોને પીડામાંથી મુક્તિ મળતા જ તેઓ વર્ષમાં એકાદશીના દિવસે ભગવાન શિવને જીવતા કરચલા અર્પણ કરીને પોતાની બાધા પૂરી કરે છે.
સામાન્ય રીતે મહાદેવ પર દૂધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરવામાં આવતો હોય છે. પરંતુ સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આવેલા રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીના દિવસે અહીં શિવજી પર જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને મોટી સંખ્યામાં કરચલાથી ભગવાન શિવજીનો અભિષેક કરે છે.
કોઈને પણ કાનની બીમારી હોય તે લોકો અહીં બાધા રાખે છે અને ભગવાન મહાદેવ પર આસ્થા રાખે તો તેના કાનની બીમારી દૂર થઈ જાય છે. તેના બદલામાં ભક્તો અહીં આવીને ભગવાન શિવ પર કરચલા ચડાવે છે. બાધા પૂરી કરવા આવેલા ભક્તો સવારથી જ જીવતા કરચલા લઈને ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે.
એટલું જ નહીં પરંતુ ઉમરા અને તેની આસપાસના ગામના લોકો પણ સવારના સમયે મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે જીવતા કરચલા ચડાવવા આવે છે. વહેલી સવારે મંદિરની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.
મળતી માહિતી અનુસાર ભગવાન શિવજીને જીવતા કરચલા ચડાવ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા સલામત રીતે કરચલાને તાપી નદીમાં છોડી દેવામાં આવે છે. વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ છે. જો તમે પણ સુરતના રહેવાસી હોવ તો એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment