સાબરકાંઠામાં તણોદ તાલુકા ના દહેગામ ધનસુરા હાઇવે પર વડોદરા ગામ આવેલું છે ત્યાં વહાણવટી માતાજીના મંદિરનું વિશેષ મહત્વ છે. વહાણવટી માતાજીનું મંદિર સમગ્ર તલોદ તાલુકા સહિત આસપાસના જિલ્લાઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને ભાવિકો કોઈ પણ પ્રકારની સમસ્યા દુઃખ દર્દ
કે અન્ય તકલીફ હોય તો માતાજીની માનતા માને છે અને માતાજી તેમના ભક્તોના કામ તમામ કરે છે.મિત્રો ભાવિકો પૂનમના દિવસે મંદિરે વિશેષ પૂજાસના થાય છે અને સાથે સાથે મંદિરે આવતા લોકો પૂનમના દિવસે ભોજન પ્રસાદ આપવાથી વહાણવટી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે
તેવું કહેવાય છે. ભાવિકોને માતાજીની કૃપા અને આસ્થા પર અટૂત વિશ્વાસ છે. વહાણવટી માં ભક્તોના દુઃખ દૂર કરી શકાય તેમના ભક્તો પર આશીર્વાદ વર્ષાવતા રહે અને માતાજીની શ્રદ્ધા આસ્થાથી ઘણા ભક્તો આર્થિક રીતે મજબૂત થવાના પુરાવા છે.
માતાજી મંદિરે આવતા તમામ ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.લોકો દૂર દૂરથી તેમની માનતાઓ પૂરી કરવા માટે મંદિરે હાજર થતા હોય છે તેમજ તેમની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવતા હોય છે.
સાથો સાથ માનવજીવન દરમિયાન કોઈપણ પ્રકારની અન્ય સમસ્યા હોય તો ભાવિકો માનતા માની ઘરે જાય છે અને માતાજી દીવાના પગલે સ્વયં પ્રગટ થયેલા છે અને માતાજીના આશીર્વાદથી ની સંતાન દંપતિને ત્યાં બાળકના જન્મ પણ થાય છે તેવા કિસ્સાઓ પણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment