તૌકતે વાવાઝોડા બાદ કેરીના ભાવ તળિયે, માત્ર આટલા રૂપિયામાં મળે છે 20 કિલો કેસર કેરી.

બજારમાં મળતી કેસર કેરી સહિત અને વિવિધ પ્રકાર ની કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડા ના લીધે રાજ્યના પાંચ લાખ હેક્ટરમાં કતરાય બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં કેરી, નાળિયેરી, ચીકુ, જાંબુ, ડાંગર સહિતના પાક બરબાદ થઈ ગયા છે.

બજારમાં મળતી કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કેમકે વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો હાલ સસ્તા ભાવે કેરીનું વેચાણ કરી રહ્યા છે.

આખા વર્ષની આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ તેમજ અનિશ્ચિત બનેલી ઋતુને કારણે કેસર કેરીનો પાક દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબજ ઓછો જોવા મળતો હતો તેમાં ઉનાળા દરમિયાન પણ શિયાળા જેવો માહોલ જોવા મળતા આંબાનો પ્રથમ ફાલ ખરી પડયો હતો.

ત્યારબાદ આવેલા બીજા આવરણમાં પણ વાતાવરણ પ્રતિકુળ બાધક બનતી હતી ત્યારે કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે 40 થી 50 ટકા રહેવાની શક્યતાઓ ખેડૂતો વ્યકત કરી રહ્યા હતા. આવા સમય આવેલા વાવાઝોડું કેસર કેરી માટે વિનાશ બનીને આવ્યું હોય.

તે પ્રકારે પવનના કહેરે કેસર કેરીને જમીનદોસ્ત કરી દીધી અને આંબાવાડીઓમાં જાણે કે કેસર કેરી ની પથારી કરી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે ખેડૂતો માટે ખૂબ જ નુકસાન કરતા જણાઈ રહ્યા છે.

સુરત જિલ્લા માં 3063 હેક્ટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો. વાવાઝોડાના કારણે કેરી ખરી પડતા બીજા દિવસે ખેડૂતો એપીએમસી માર્કેટમાં વેચવા માટે લાઇનો લગાવી હતી.

સુરત એપીએમસી માર્કેટમાં અંદાજિત 8 હજાર ટન કેરી વેચવા માટે આવી પહોંચી હતી. જે આ હાફૂસ કેસર કેરી વાવાઝોડા પહેલા 1200 રૂપિયા મણે વેચાતી હતી તે બુધવારે ના રોજ 300 રૂપિયા મણે વેચાણની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*