નવા વર્ષની શરૂઆતમાં જ અમદાવાદીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, અમદાવાદમાં જેની રાહ જોવાઇ રહી હતી તે..

કોરોના મહામારીમાં અમદાવાદના શહેરીજનોને નવા વર્ષે ભેટ મળી છે જેમાં શહેરમાં રિવરફ્રન્ટ ખાતે આજથી વોટર રાઇડ સાથે કિડ્સ બોટ, જેટસ્કી, રિવર કુઝ શરૂ કરવામાં આવશે. આ સાથે બેચ લાઇનર, હાઈ સ્પીડ બોટ, એકવા સાયકલ પણ ફરી શરૂ થશે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર તંત્ર દ્વારા કોરોના કાળ દરમિયાન નવા વર્ષમાં વોટર રાઈડસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં રિવરફ્રન્ટ ખાતે.

આજથી વોટર રાઇડ્સ સાથે કિડ્સ બોટ નો આનંદ માણી શકશે.ઉલ્લેખનીય છે કે નવા વર્ષમાં હતી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ પણ આંશિક છુટ છાટ આપવામાં આવી છે. જેમાં હવે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.

આમ રાજ્યના અમદાવાદ,રાજકોટ,વડોદરા,સુરત માં રાત્રી કર્ફ્યુ માં થોડીક રાહત આપવામાં આવી છે. આ રાત્રી કર્ફ્યુનો અમલ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને રાજ્યના ચાર શહેરમાં નાઈટ કર્ફ્યુનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*