ઘણા યુવાનો અને યુવતીઓ ધર્મનો માર્ગ પસંદ કરીને દીક્ષા મેળવીને તપસ્વી જીવન પસંદ કરતા હોય છે. સંસારીક જીવનની મોહમાયા છોડીને વિવિધ સંપ્રદાયોમાં લોકો દીક્ષા મેળવીને પોતાનું વૈભવી જીવન છોડીને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પરોપકાર અને માનવ કલ્યાણની ભાવાનાઓ સાથે સાદાઈ ભર્યું જીવન વિતાવી રહ્યા છે.
આ દરમિયાન, તાજેતરમાં પાટણ જીલ્લાના સરીયદ ગામે માત્ર પોતાની દસ વર્ષની ઉંમરે આરવી કુમારી નામની દીકરી સાંસારિક જીવનની મોહમાયા છોડીને જૈન મુનિ બની ચૂકી છે. જૈન ધર્મના આ રસ્તા પર તેણે ખુલ્લા પગે ચાલવાનું અને ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ના કરવો દાન મેળવીને જમવું અને પોતાની તમામ સંપત્તિને લોક સેવા માટે ન્યોછાવર કરવી જેવા રસ્તાઓ પર ચાલવાનું નક્કી કર્યું છે.
જણાવી દઈએ કે, આરવી કુમારી નાનપણથી જ ધાર્મિક વૃત્તિઓ ધરાવતી હતી. તે પોતાના જીવનમાં મોબાઈલ ફોનનો નહીવત ઉપયોગ કરતી હતી. આ સાથે જ તે સામાન્ય બાળકોથી ખૂબ જ અલગ હતી. તેને હંમેશા ધાર્મિક પ્રવચનો સાંભળવા ખૂબ જ પસંદ હતા.
તે જૈન સાધ્વી અને તપસ્વીના પ્રવચનો તે સાંભળતી હતી. તેને આ મોહમાયા અને વૈભવી જીવન છોડીને પોતાના માતા પિતા અને પરીવારજનોની આજ્ઞાથી તેણે દિક્ષા ગ્રહણ કરી હતી. જણાવી દઈએ કે, સરીયદ ગામમાં દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં જૈન સમાજના અનેક સાધ્વી અને તપસ્વી હાજર રહ્યા હતા.
તેના માતા-પિતા દ્વારા પણ હોસભેર તેને વિદાય આપી ધર્મમાં પોતાનું જીવન સમર્પિત કરવા આર્શીવાદ આપવામાં આવ્યા હતા. આ નિમિત્તે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ સામે આવી હતી. આરવી કુમારીના દિક્ષા સમારોહમાં જૈન મુનીઓ અને જૈન ધર્મના અનુયાયીઓ પણ હાજર રહ્યા હતા. પોતાની નાની ઉંમરમાં જ તેણે સંસારનો ત્યાગ કરી વૈરાગ્યનો કઠીન માર્ગ પસંદ કર્યો હતો.