મિત્રો તમે સોશિયલ મીડિયા પર ઘણા મોટા મોટા લોકોના જીવનની સંઘર્ષની વાતો સાંભળી હશે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિના જીવનની કેટલીક વાતો કરવાના છીએ. આ એ જ વ્યક્તિ છે જે એક સમયે રેલ્વે સ્ટેશન પર 50 રૂપિયાની સીંગ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આજે તે વ્યક્તિએ ઊભું કરી નાખ્યું છે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય.
તો ચાલો જાણીએ આ વ્યક્તિ કોણ છે કેવી રીતે અવળું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. મિત્રો સિંગનું નામ પડે એટલે સિકંદર સિંહ સૌને યાદ આવે છે. તમે સિકંદરની અવનવી ફ્લેવર વાળી સિંગ ખાધી જ હશે. જો તમને આના વિશે ખબર ન હોય તો ચાલો આજે તેમના વિશે થોડુંક જાણીએ. સિકંદર સિંગ એવું નામ બની ગયું છે કે દેશ વિદેશમાં પણ આજે તેમની સિંગ જાય છે.
એક સમયે સુરેન્દ્રનગરના ખેરાળી ગામે સિંગ વેચવાનું શરૂ કરનાર પરિવાર આજે દુનિયાના અનેક દેશોમાં પોતાની સિંગ પહોંચાડે છે. સિકંદર સિંગની શરૂઆત સુરેન્દ્રનગર થી સાત કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા ખેરાળી ગામમાં થઈ હતી. અહીં અકબર અલી નાઝીર અલી લખાણીએ 13 વર્ષની ઉંમરમાં આઝાદી વખતે 1949માં સિંગ વેચવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન અકબર અલી પોતાના ખેરાળી ગામ થી સુરેન્દ્રનગર ચાલીને જતા. તેઓ પોતાની સાથે પાંચ કિલો વજનના તાંબાના ત્રાસા, પાંચ કિલો સિંગ અને ચીકી ભરીને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર વેચવા જતા હતા. તમને જણાવી દઈએ કે સૌપ્રથમ અકબર અલી રેલવેમાં નોકરી કરતા હતા પરંતુ તેમને તેમ નોકરી ઠુકરાવી દીધી હતી અને પછી તેમની પત્ની તેમને દરરોજ પાંચ કિલો સીંગ બનાવી દેતી હતી અને તેઓ સિંગ લઈને રેલવે સ્ટેશન પર સિંગ વેચતા હતા.
ધીમે ધીમે તેમને સિંગના ધંધામાં સફળતા મળવા લાગી. ત્યારબાદ 1969 માં તેમને એક દુકાન ખરીદી અને આજે તે દુકાન પર ખૂબ જ મોટો વેપાર ચાલે છે. તો હવે તમારા મનમાં સવાર હશે કે, તેમની સિંગની બ્રાન્ડ નું નામ સિકંદર કેમ પડ્યું. અલી અકબરના મોટા દીકરાનું નામ સિકંદર છે અને તે 16 વર્ષની ઉંમરે પોતાના પિતા સાથે ધંધામાં આવી ગયો હતો.
ત્યારબાદ 16 વર્ષના દીકરાએ હોલસેલનો બિઝનેસ શરૂ કર્યો હતો અને ધીમે ધીમે પિતાનો બિઝનેસ ખૂબ જ મોટો કર્યો હતો. પછી તો તેમને રતનપર બાયપાસ પર 36000 સ્ક્વેર ફૂટમાં સિંગનો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. મિત્રો તમને જણાવી દે કે આજે તેમને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. લગભગ વર્ષે તેઓ સિંગમાંથી 19 કરોડનો બિઝનેસ કરે છે અને બહારના દેશમાં પણ તેઓ પોતાની સિંગ મોકલે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment