ગઈકાલે હતી કિશન ભરવાડ ની ઉત્તરક્રિયા,ઘરમાં કિશન ની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ

ધંધુકા કિશન ભરવાડ મામલે ઘટનાને આજે 12 મો દિવસ થઈ ગયો છે. 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આખા ગુજરાતને કિશન ભરવાડ ના નિધન પર દુઃખ થયું છે ત્યારે કિશન ના પરિવાર ની આ સમયમાં ખૂબ જ કફોડી બની છે.

કિશન ના પિતા આજે તેમના દીકરાને તસવીરમાં જોઈ ને ગમગીન થઈને બેઠા છે અને ન્યાયની આશા લગાવી રહ્યા છે. કિશન ના સસરા વડોદરા થી ધંધુકા જમાઈની ઉત્તર ક્રિયા માં પહોંચ્યા હતા અને કિશન ના નાના ભાઈએ ઉત્તર ક્રિયા ની વિધિ કરી હતી.

ધંધુકા નજીક આવેલા વતન ચચાણા ગામે કિશન ની ઉત્તર ક્રિયા રાખવામાં આવી હતી. આ દરમિયાન તેના પરિવાર અને સગાસંબંધીઓ અને માલધારી સમાજના લોકો આવ્યા હતા.

કિશન નો નાનો ભાઈ ઉતર ક્રિયા ની વિધિ માટે બેઠો હતો. બીજી તરફ આ કરુણ સમયે કિશન ની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ છે. આમ તો ગઈકાલે વસંત પંચમી હતી અને રાજ્ય સહિત બધે જ લગ્નના ગીતો ગવાયા હતા જ્યારે દોઢ વર્ષના લગ્નજીવનમાં જ કિશનની પત્નીની વસંત ઉજડી ગઈ

અને ગઈકાલે પતિની ઉત્તર ક્રિયા માં મરાશિયા ગવાયા હતા.પરિવારજનોને સ્વજનો સતત સાંત્વના આપવા છતાં પણ તેની આંખોના આંસુ થમતા નથી.

પત્ની ની સ્થિતિ ખરાબ રહેવાને કારણે એકાદવાર હોસ્પિટલ પણ લઈ જવાની ફરજ પડી હોવાની પણ ચર્ચા જોવા મળી હતી.જ્યારે પણ તે હોશમાં આવે છે ત્યારે તે સતત પતિને યાદ કરી ને કંઈ બોલ્યા કરે છે અને રડયા કરે છે અને ફરી પાછી હોશ ગુમાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*