શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. મિત્રો અંબાજી ભારતના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે અને અંબાજી મંદિર ઉપર લગભગ નાના મોટા થઈને 358 જેટલા સુવર્ણ કળશ લાગેલા છે.
ગઈકાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજનાર હતી અને જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા ત્યારે અંબાજી મંદિરમાં ભક્તો માતાજીની આરાધના ની સાથે માતાજી સમક્ષ ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય થાય તેવી પ્રાર્થના કરી હતી અને અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર ખાતે પણ ભક્તો માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા.
ભારત ઓસ્ટ્રેલિયા મેચ ના પગલે શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે ક્રિકેટ મેચનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારે ગબ્બર અખંડ જ્યોતની આસપાસ તિરંગા મૂકવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ તિરંગાના રંગે અખંડ જ્યોત રંગાતી હોય છે ત્યારે ગઈકાલે વર્લ્ડ કપ ફાઇનલ મેચ દરમિયાન અખંડ જ્યોતના આસપાસ તિરંગા
મૂકવામાં આવ્યા હતા અને ભક્તો દ્વારા માતાજી અંબાને ભારત જીતે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી અને ગબ્બર અખંડ જ્યોત વર્ષોથી પ્રજ્વલિત રહી છે અને અંબાજી મંદિરમાં અને ગબ્બર ખાતે ભક્તોએ જીતેગા ભાઈ જીતેગા ના નારા પણ લગાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment