સાપુતારાના એક વળાંક પર ટમેટા થી ભરેલો એક ટ્રક અચાનક ખાઈ ગયો પલટી, ટ્રક ચાલક ઇજાગ્રસ્ત…

Published on: 8:45 pm, Sun, 29 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અકસ્માતના એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ઘણા અકસ્માતો એવા હોય છે જેમાં આખા ને આખા પરિવાર પોતાનો જીવ ગુમાવે છે.

ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 28 ઓગસ્ટના રોજ તમે ત્યાંથી ભરેલો એક ટ્રક અચાનક પલટી ખાઇ ગયો હતો ને તેના કારણે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ આ ટ્રક મહારાષ્ટ્રના સંગમનેર તરફથી ટમેટાનો જતો લઈને અમદાવાદ તરફ જઇ રહ્યું હતો. મળતી માહિતી મુજબ ટ્રક નંબર MH 17 BY 7775 જે સાપુતારાથી માર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે વળાંક પાસે ટ્રક પલટી ખાઇ ગયો હતો.

અકસ્માતના કારણે ટમેટાનો મોટાભાગનો જથ્થો ખીણમાં વેરાઈ ગયો હતો. જેના કારણે માલિકને મોટું નુકસાન ભોગવવું પડયું હતું. આ ઉપરાંત ટ્રકચાલક તુલસીદાસને પગના ભાગમાં ફેક્ચર થયું હતું.

અને આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ સાપુતારા થી વઘાઇ તરફ જતા ટેમ્પા ચાલકે સ્ટેરીંગ પર અચાનક કાબુ ગુમાવ્યો હતો અને તેના કારણે ટ્રક અચાનક પલટી ખાઇ ગયો હતો અને ટામેટા ખાઇ વેરાઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "સાપુતારાના એક વળાંક પર ટમેટા થી ભરેલો એક ટ્રક અચાનક ખાઈ ગયો પલટી, ટ્રક ચાલક ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*