હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પણ એ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને માત્ર વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે લોકો પણ અસહ્ય તાપથી ખૂબ જ ત્રાસી ગયા છે. એવામાં હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા એવા નિષ્ણાત અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી કરી છે.
ત્યારે સાથે વાત કરીએ તો હાલમાં ખૂબ જ સચોટ આગાહીકાર એવા અશોકભાઈ પટેલે પણ વરસાદને લઈને ખૂબ મોટી આગાહી કરી છે. ગુજરાતના હવામાન વિભાગના એવા સચોટ આગાહી કાર અશોક પટેલ કે જેમણે જણાવ્યું છે કે આવતી કાલથી ગરમી ને કારણે થતો બફારો થોડો ઘણો વધશે જ સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયુ વાતાવરણ પણ વરતાશે.
જેને કારણે ભારે બફારો યથાવત રહેશે એવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર વચ્ચે વચ્ચે કેટલાક વિસ્તારોની અંદર છુટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. વાત કરવામાં આવે તો અંદમાન નિકોબાર ની કે જ્યાં ચોમાસું બેસી જાય ત્યાર પછીના બે દિવસથી ઉત્તર રેખા સ્થગિત થયેલી હોય છે.
જેને કારણે આવનારા બે દિવસની અંદર ધીરે ધીરે ફરી એક વખત પોતાનું રૂપ આગળ વધી શકશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્ય દક્ષિણ બંગાળ ની ખાડી કે જ્યાં અરબી સમુદ્રની અંદર વરસાદ ધીરે ધીરે વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આગાહી મુજબ સાંજના સમયે સૌથી વધારે પવન ઝડપે ફૂંકાશે અને દક્ષિણ-પશ્ચિમ દિશાની અંદર તો ભારેપવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
એ પણ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને કારણે વરસાદનું જોર ખૂબ મોટી માત્રામાં વધી શકે છે ત્યારે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર ભેજવાળું વાતાવરણમાં પણ સુધારો આવી શકે છે.
જેના કારણે વરસાદ થોડો થશે અને વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે. ત્યારે સૂર્યના કાળઝાળ ગરમીથી છુટકારો પણ મળશે. સાથે સમગ્ર રાજ્યની અંદર જૂન મહિનાથી ચોમાસુ શરૂ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે ચોમાસુ વહેલા આવી જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment