ગુજરાત રાજ્યમાં ચાર-પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સત્તાવાર ચોમાસુ ક્યારે બેસે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે નિર્ધારિત સમય કરતા બે દિવસ પહેલાં ચોમાસું બેસી ગયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી અને સૌરાષ્ટ્રમાં મહુવા તાલુકાના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ત્યારે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. અશોકભાઈ પટેલ આગાહી કરતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. અશોકભાઈ પટેલની આગાહી મુજબ બાજુ રાજ્યમાં એક દિવસ ચોમાસુ આગળ વધશે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે.
અશોકભાઈ પટેલે વરસાદને લઈને પણ મોટી આગાહી કરી છે, હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અશોકભાઈ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઈ ગયો છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે તેવી શક્યતાઓ છે. તેમજ હવામાન વિભાગ દ્વારા ભાવનગર, મોરબી, રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment