આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કડી તાલુકાના મહિલા કોન્સ્ટેબલ દર્દનાક મોત થયું છે. મહિલા કોન્સ્ટેબલ પોતાના પિયર વામજ ગામ જઈ રહ્યા હતા. તેઓ એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રાજપુર પાટિયા પાસે પહોંચ્યા ત્યારે એક ટ્રકે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના કારણે 11 મહિનાના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલા મહિલા કોન્સ્ટેબલનું નામ આશાબેન હતું. તેમના મૃત્યુ બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આશાબેન રબારી અંબાસણ ગામના રહેવાસી હતા.
તેઓ કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમના લગ્ન આશરે દોઢેક વર્ષ પહેલા રાજુભાઈ રબારી નામના યુવક સાથે થયા હતા. તેઓ 2016-17માં પોલીસની નોકરીમાં લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર 1.5 મહિના પહેલા જ આશાબેન રબારીની કડી ખાતે બદલી થઈ હતી.
ત્યારે થોડા દિવસો પહેલા આશાબેન રબારીની માતાની તબિયત બગડતા છેલ્લા ચાર દિવસથી તેઓ પોતાના પિયર વામજ ખાતે પોતાના 11 મહિનાના દીકરા સાથે ગયા હતા. બુધવારના રોજ તેઓ એકટીવા લઈને પોતાના પિયર વામજ ગામ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ટ્રક ચાલકે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં આશાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને આશાબેન રબારીનું પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું.
ત્યારબાદ આશાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આશાબેન રબારીના મૃત્યુના કારણે 11 મહિનાના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment