આજકાલ અકસ્માતને કારણે દિવસેને દિવસે બ્રેઇનડેડના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રેઈનડેડ થવાને કારણે માણસ ટૂંક સમયમાં મૃત્યુ પામે છે, પરંતુ અત્યારે લોકો બ્રેઈનડેડ થયેલા વ્યક્તિઓના અંગોનું દાન કરવામાં આવે છે. જેનાથી અન્ય ઘણા લોકોને નવજીવન મળે છે, હાલમાં સુરત તો ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી ચૂક્યું છે.
પરંતુ અમદાવાદ શહેર વ્યાપારની સાથે સાથે હવે અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. હાલમાં અમદાવાદમાં વધુ એક પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી છે. જેમાં 28 વર્ષીય યુવકને ખેંચ આવતા મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના પરિવારે અંગદાન નો નિર્ણય કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 133 નું અંગદાન થયું છે, મૂળ ડુંગરપુરના અને લાંબા સમયથી અમદાવાદ વસતા 28 વર્ષીય ભાવેશભાઈ ને સતત માથું દુખાવવાની તકલીફ હતી. 20 સપ્ટેમ્બર ના રોજ સખત માથું દુખ્યું અને પછી અચાનક એકાએક ખેંચ આવી, જેથી પરિવારજનોએ તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.
અહીં ઇમર્જન્સી કેસ માટે દાખલ કર્યા બાદ તેમના રિપોર્ટ્સ કરવામાં આવ્યા, બ્રેઇન હેમરેજ ની જાણ થઈ તબીબોએ ત્રણ દિવસ મહેનત કરીને ભાવેશભાઈ જોશીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ 23 સપ્ટેમ્બરે તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનો એ અંગદાન માટે સંમતિ દર્શાવી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો એ અંગોના રીટ્રાઇવલ ની પ્રક્રિયા હાથ ધરી. રીટ્રાઈવલની સમગ્ર પ્રક્રિયાના અંતે હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. હૃદયને ગ્રીન કોરિડોર કરીને ગણતરીની મિનિટોમાં સીમસ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવામાં આવ્યું. જ્યારે બંને કિડની અને લીવરને મેડિસિટી ની જ કિડની ઇન્સ્ટિટયૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના સુપરિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું કે 28 વર્ષીય ભાવેશભાઈ જોશી ના પરિવારજનો દ્વારા હૃદયપૂર્વક કરાયેલું અંગદાન આજે ચાર વ્યક્તિઓને નવજીવન આપી ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 133 અંગદાન થયા છે જેમાં મળેલા 429 અંગોએ 412 જરૂરિયાત મંદોને નવજીવન બક્ષ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment