ગુજરાતમાં કાગવડ ની બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર મુખ્યમંત્રી જોવા મળે છે. તે બાબત પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યા. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસટી ના મુખ્ય મંત્રી બનાવવા જોઈએ તેવી માંગ કરી હતી.
પાટીદાર સમક્ષ સમાજ છે અને આ સમાજ પર કોઈપણ પ્રકારના અન્યાય થયો નથી અન્યાય માત્ર તો ગરીબ પર થયો છે. તેઓ ઉલ્લેખ કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં કેબિનેટ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ પાટીદાર જ છે તો અન્યાય કેવો.
તેમને કહ્યું કે જો આવી બેઠક અમે કરી હોત તો અમારી વિરોધ જ્ઞાતિવાદ અને જાતિવાદ માં ગણી લીધા હોત. તેમને કહ્યું કે સમૃદ્ધ સમાજ બોલે તો વાહવાહ થાય છે અને ગરીબ બોલે તો રાજકોટ ટીકા અને ટિપ્પણી થાય છે.
તેમની કહ્યું કે ધાર્મિક સ્થળે રાજકારણની કોઈપણ પ્રકારની વાત કરવી તે યોગ્ય નથી. કાગવડ ના ચેરમેન નરેશ પટેલે આમ આદમી પાર્ટીના વખાણ કર્યા અને કોરોના માં ભારતીય જનતા પાર્ટીની કામગીરી કરી હતી.
તે કારણસર ભાજપના પાટીદાર નેતાઓ ખૂબ જ નારાજ થયા છે. આ ઉપરાંત પાટીદારોમાં હલચલ મચી કે ખોડલધામ એ રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગમાં લેવાય છે..
નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ આ મુદ્દા પર ભાજપના નેતાએ કહ્યું કે જે વ્યક્તિ સૌનો સાથ રાખનારો હોય તેને મુખ્યમંત્રી બનાવવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment