બોટાદમાં એકના એક દીકરાના મોતના સમાચાર મળતા જ પિતાને કંઈક એવું થયું કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 10:47 am, Sun, 14 May 23

બોટાદ(Botad): શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં(Krishna Sagar Lake) ગઈકાલે ડૂબી જવાના કારણે 5 બાળકોના મોત થયા છે. ત્યારે બીજી તરફ ડૂબી ગયેલા બાળકોમાંથી એક બાળક જે સાળંગપુર રોડ ઉપર રહે છે, તેના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

આ ઘટનામાં દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પિતાને હાર્ટ એટેક આવી ગયો હતો. જેથી પિતાને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર રહેતો 17 વર્ષીય જુનેદ અલ્તાફભાઈ કાજી બપોરના સમયે પોતાના મિત્રો સાથે કૃષ્ણસાગર તળાવમાં નાહવા માટે ગયો હતો.

આ દરમિયાન તે તળાવમાં ડૂબી ગયો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી તો તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. આ દરમિયાન એકના એક દીકરાના મોતના સમાચાર મળતા જ પિતા અને મોટો આઘાત લાગ્યો હતો.

દીકરાના મોતના સમાચાર મળતા જ પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર તેમને બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. એક તરફ પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને બીજી તરફ દીકરાના મોતના કારણે સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે બનેલી ઘટનામાં પાંચ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. આ ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો