ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ વડોદરામાં વરસાદે તંત્રની ખોલી પોલ, જુઓ વિડિયો.

78

ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં જ વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થાય છે. વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સમગ્ર શહેરમાં વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. વડોદરામાં વરસાદ પડતા જ તંત્રની પોલ ખૂલી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by gujju_rockz (@gujjurockz_)

વડોદરા શહેરમાં ઓલ્ડ પાદર રોડ પર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત તે રોડ પર બ્રિજની કામગીરીના કારણે રોડ પર ખાડા પડ્યા છે.

વડોદરામાં આજે બપોરે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ નું આગમન થયું. વડોદરા શહેરમાં અડધા કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો. શહેરમાં અમુક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા.

ત્રણથી ચાર જગ્યાએ વૃક્ષો નીચે રોડ પર વાહનો દબાઈ ગયા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. વડોદરા શહેરમાં રાત્રી બજાર પાસે આવેલું એક ખૂબ જ મોટું હોર્ડિંગ્સ તૂટી પડયું હતું તેના કારણે ટ્રાફિક જામ થઈ ગયું હતું.

વડોદરા ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદ નું આગમન થયું છે. જિલ્લામાં વરસાદના આગમન સાથે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આની સાથે પંચમહાલમાં પણ મેઘરાજા નુ આગમન થઇ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!