મુખ્યમંત્રી બનતા જ મમતા દીદી એ પ્રધાનમંત્રી મોદી સામે ભરાવ્યા શિંગડા, અમિત શાહના ગૃહ મંત્રાલય ની અવગણના કરી.

172

મમતા બેનર્જી એ મુખ્યમંત્રી પદના શપથ લીધાના 24 કલાકમાં મોદી સરકાર સામે શિંગડા ભેરવી દીધા છે. મમતાએ બંગાળની કહેવાથી રાજકીય ઘટના મુદ્દે અમિત શાહના ગૃહ મંત્રાલય ને રિપોર્ટ નહિ મોકલીને ધરાર અવગણના કરી છે.

બીજી બાજુ ગૃહ મંત્રાલય ની ચાર સભ્યો ની ટીમ બંગાળ માં આવે. ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવા TMC કાર્યકરોને કહી દેવાયું હોવાના અહેવાલ છે.

રવિવારે બંગાળ વિધાનસભા ની ચુંટણીના પરિણામ જાહેર થયા પછી ફાટી નીકળેલી કહેવાથી. રાજકીય ઘટનામાં ભાજપના નવ કાર્યકર્તાઓને મૃત્યુ થયા હોવાના આક્ષેપ ભાજપ દ્વારા કરાઇ રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય બંગાળ સરકાર મે પત્ર લખીને આ અંગે રિપોર્ટ માંગ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા એ લખેલા પત્ર ને મમતા ધોળી ને પી જતા.

ભલ્લાએ બુધવારે બીજો પત્ર લખીને ફરી રિપોર્ટ માંગ્યો છે. મમતાના વલણથી અકળાઈને બુધવારે ગૃહ મંત્રાલય ચાર સભ્યોની ટીમને બંગાળ મોકલવાની જાહેરાત કરી છે.

મમતા એ જાહેર માં કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ ખાનગીમાં TMC કાર્યકરોને મેસેજ મોકલતા બંગાળમાં જોરદાર સંઘર્ષ ના એંધાણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!