ખેડૂત આંદોલન ના આંદોલનકારી નેતા રાકેશ ટીકૈતએ ગુજરાત માં આવતા જ કહ્યુ કે…

Published on: 11:04 am, Sun, 4 April 21

ખેડૂત નેતા રાકેશ ટીકૈત આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓએ કેટલીક ગુજરાત ની ચેનલો સાથે વાતચીત કરી હતી. તેઓએ ગુજરાતમાં આવતાની સાથે જ કહ્યું કે, ટેન્ક, ટ્રેક્ટર અને ટ્વિટરથી દેશ ચાલે છે.

જય ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતોને પણ ટેકાના ભાવ નથી મળતા અને ગુજરાતના ખેડૂતોને આંદોલન કરતાં સરકાર રોકી રહી છે. સરકાર સાથે હાલ કોઈ પણ પ્રકારના વાટાઘાટોના સંકેત નથી.

ખેતી થી જોડાયેલા ત્રણે કાયદા વિરુદ્ધ ચાર મહિનાથી દિલ્હી અલગ-અલગ બોર્ડ ઉપર ખેડૂત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.

હવે આંદોલનને લઈને ખેડૂત નેતા ગુજરાતમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે અને કામમાં તેમની મદદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કરી રહ્યા છે.

આવતીકાલે સવારે અંદાજિત સાત વાગ્યે અમદાવાદના ગાંધી આશ્રમમાં ગાંધીજીને માળા અર્પણ કરી, સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ પહોંચે.

અને અંદાજે 11 વાગ્યે વડોદરાના છાની પાસે ગુરુદ્વારા માં દર્શન કરશે અને 3 વાગ્યે બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત આંદોલન ના આંદોલનકારી નેતા રાકેશ ટીકૈતએ ગુજરાત માં આવતા જ કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*