સહાયનો સહારો : ખેડૂતોના ખાતામાં સહાય પેટે નખાયા આટલા લાખ રૂપિયા,અત્યારે ચેક કરો બેંક બેલેન્સ

Published on: 9:43 am, Wed, 10 November 21

અતિવૃષ્ટિને કારણે પાક નુકશાની માટે સહાય આપવાનું ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. ચાર જિલ્લાના 23 તાલુકા માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં 1 લાખ 68 હજાર ખેડૂતોએ સહાય અરજી કરી છે

ત્યારે રાજ્ય સરકારે ધનતેરસના દિવસે ખેડૂતોના ખાતામાં સાત લાખ રૂપિયા સહાય પેટે નાખી દીધા હતા. લાભ પાંચમ એટલે કે ગઈકાલ સુધી સહાય ચૂકવાઇ રકમ વિશે વાત કરીએ તો ચાર જિલ્લામાં 14,700 ખેડૂતોને 30 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.

જામનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં 2021 માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી તેને ધ્યાનમાં લઈને નુકસાનગ્રસ્ત વિસ્તારોના ગામોને ખેડૂતોને રાહત પેકેજનો લાભ મળશે.

અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેકટર ની મર્યાદા માં પ્રતિ 13000 સહાય ચૂકવાશે.આ સહાય માં એસડીઆરએફ ની જોગવાઈ માંથી બિનપિયત પાક તરીકે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેકટર દીઠ 6800 અપાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!