ફટાકડા ફોડવાની ના પાડતા સાત જેટલા યુવાનોએ એક વૃદ્ધને માર મારતા થયું વૃદ્ધનું મૃત્યુ, સાત યુવાનો સામે નોંધાયો ગુનો…

મિત્રો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાગામે ગઈકાલે રાત્રિના સમયે ફટાકડા પોતાના ઘર તરફ નહીં નાખવા વૃદ્ધે વિનંતી કરી હતી જેને લઈને અમુક અસામાજિક તત્વોએ વૃદ્ધોને માર માર્યો હતો જેને લઇને ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને જેને લઈને હિંમતનગર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે મૃતક ની દીકરીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી.હિંમતનગરમાં નવાગામમાં રામજી મંદિરની પાછળ મોટી ફળીમાં રહેતા પૂનમચંદ હાથીભાઈ પટેલ

તેમના પરિવાર સાથે રહેતા હતા અને સોમવારે પડતરની રાત્રિના નવ વાગ્યાના સમયે પૂનમચંદ્ર તેમના ઘરે તેમની પત્ની લલીતાબેન તેમની દીકરી જુહીબેન અને કુટુંબી ભાઈઓ વિનોદ મોતીભાઈ પટેલ આવ્યા હતા. તેમની સાથે ઘરમાં બેસીને વાતો કરતા હતા ત્યારે રાત્રિના 10:00 વાગ્યાની આસપાસ પરમાર ફળિયામાં રહેતા કેટલાક

લોકો રામજી મંદિર પાસે ફટાકડા ફોડતા હતા અને તે લોકો ફટાકડા સળગાવીને આ ભાઈની ઘર તરફ નાખતા હતા.જેથી ઘરના આ લોકોએ તેમને ફટાકડા આ બાજુ ન નાખવા વિનંતી કરી અને સમજાવ્યા પણ હતા તે દરમિયાન આ અસામાજિક તત્વો ઉશ્કેરાયા અને ફટાકડા ત્યાં જ ફોડી શું

તમે શું કરી લેશો તેમ કરી પૂનમ ચંદ્ર ને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને પછી તેમને માર માર્યો હતો. બીજી તરફ પૂનમચંદ્ર ભાઈને માથાના ભાગ્યાને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેને લઈને ગામના લોકોએ તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*