હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. શનિવારના રોજ મોદી સાંજે એક પાંચ વર્ષનો માસુમ બાળકો કૂવામાં પડી ગયો હતો જેના કારણે તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અજમેરના પાલરા વિસ્તારમાં બની હતી. માત્ર પાંચ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
માસુમ બાળક પોતાના પરિવાર સાથે ખેતરે ગયું હતું. સાંજ પડી ગઈ પરંતુ બાળક દેખાયો નહીં તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન માસુમ બાળકો કૂવામાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પરિવારના લોકો બાળકને તાત્કાલિક કુવામાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે માસુમ બાળકને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરી છે.
મૃત્યુ પામેલા પાંચ વર્ષના માસુમ બાળકનું નામ ઓમપ્રકાશ હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના કાકાએ જણાવ્યું કે, ઓમપ્રકાશ સાંજના સમયે પરિવાર સાથે ખેતરે ગયો હતો. પરિવારના તમામ લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા અને ઓમપ્રકાશ ખેતરે રમવા લાગ્યો હતો.
થોડોક સમય થઈ ગયો પરંતુ ઓમપ્રકાશ દેખાયો નહીં તેથી પરિવારના લોકોને એવું લાગ્યું કે તે ઘરે ચાલ્યો ગયો હશે. પરંતુ ઘરે તપાસ કરી તો ઘરે પણ ઓમપ્રકાશ મળ્યો નહીં. ત્યારબાદ પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી અને શંકા ના આધારે જ્યારે પરિવારના લોકોએ કુવામાં તપાસ કરી, ત્યારે કૂવામાંથી ઓમપ્રકાશ મળી આવ્યો હતો.
ત્યારબાદ કૂવામાંથી બહાર કાઢીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઓમપ્રકાશના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ આજરોજ કરવામાં આવશે અને ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment