એક માલધારી સમાજના યુવાન તરીકે હું જાણું છું કે માલધારી સમાજ પર શું વીતી રહી છે : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી માલધારી સમાજ ના મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી ભાજપ માલધારી સમાજનું લોહી ચુસી રહ્યો છે તેવો ગંભીર આક્ષેપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે. માલધારી સમાજના અમુક લોકોને થોડા પદ હોદ્દા અને કામો આપીને માલધારી સમાજના

યુવાનો વચ્ચે ભાજપ ભાજપ નો મેસેજ વાપરતા હતા. હવે માલધારી સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે એટલા માટે માલધારી સમાજ માટે કાયદો બનાવ્યો છે અને બાજુમાં રાખી મુક્યો અને ભાજપ દ્વારા માલધારી સમાજના તબેલાઓ તોડવામાં આવ્યા છે અને ગાયો લઈ જવામાં આવી છે.ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપના એક નેતા વિડીયો

બનાવીને મને ચેલેન્જ આપી હતી તો મેં ચેલેન્જ સ્વીકારીને આજે અહીંયા ચર્ચા કરવાનું કહ્યું હતું પણ તે અહીંયા આવ્યા નથી કેમકે તેમની તાકાત પણ નથી કે તે ગુજરાતના સામાન્ય નાગરિક સામે ડિબેટ પણ કરી શકે. મુખ્યમંત્રી અને સી આર પાટીલજીને ચેલેન્જ કરું છું કે તેઓ મારી સામે આવીને માલધારી સમાજના મુદ્દાઓને લઈને ડિબેટ કરે.

જો માલધારી સમાજના સવાલો પૂછવામાં હું ઉતરીશ તો હું પણ રાજદીપ છોડી દઈશ અને એક માલધારી સમાજના યુવાન તરીકે હું જાણું છું કે માલધારી સમાજ પર હાલમાં શું વીતી રહે છે. જેને કહેવા માગું છું કે તમે તારીખ અને સમય કહો તે જગ્યાએ હું ઈશુદાન ગઢવી માલધારી સમાજના મુદ્દા ઉપર ડિબેટ કરવા માટે તૈયાર છું અને ઘણા બધા માલધારી સમાજના યુવાનોએ ભાજપને છોડી રહ્યા છે અને આજે ઘણા બધા યુવાનોની પાર્ટીને જોઈન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*