આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાની પાર્ટી નો ગઢ જમવા માટે સક્રિય થઈ ગઈ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં પણ ચૂંટણીને લઈને સક્રિય થઇ શકે છે.
આગામી વિધાનસભાની ચૂંટણી ઉત્તરાખંડમાં પણ યોજાવા છે તે માટે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં સક્રીય થશે. જેથી અરવિંદ કેજરીવાલે મોંઘી વીજળીનો મુદ્દો ત્યાં આગળ બનાવ્યો છે.
આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે દેહરાદુન જવાના છે. ત્યાં અરવિંદ કેજરીવાલ વીજળી નો મુદ્દો ઉઠાવશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે પહેલા પણ કહ્યું હતું કે વીજળીનું ઉત્પાદન કરતો ઉત્તરાખંડ માં વીજળી મોંઘી શા માટે છે.
આ ઉપરાંત કેજરીવાલે કહ્યું ઉત્તરાખંડની જનતાને મફતમાં વીજળી મળવી જોઈએ. કારણ કે ઉત્તરાખંડમાં વીજળીનું મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ત્યાંથી અન્ય રાજ્યમાં વીજળી વેચવામાં આવે છે.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે ઉતરાખંડ વીજળીનું ઉત્પાદન કરે છે અને ત્યાંથી બીજા રાજ્યમાં વીજળી વેચવામાં આવે છે તો પછી ઉત્તરાખંડના લોકોને આટલી મોંઘી વીજળી શા માટે મળે છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દિલ્હીમાં વીજળી બનાવવામાં નથી આવતી. દિલ્હીમાં બીજા રાજ્યમાંથી જ ખરીદવામાં આવે છે. છતાં દિલ્હીની જનતાને વીજળી ફ્રીમાં આપવામાં આવે છે આટલી વાત કરીને તેમને એવું કહ્યું કે દેહરાદૂનમાં મળીશું
આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ નિવેદન આપતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે. પરંતુ તેઓ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ નથી કરતા. આ ઉપરાંત તેમને કહ્યું કે રાજ્યની જનતા માટે સારું કામ હશે તે અમે કરીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!