સુરતના ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના વેપારીઓની સમસ્યાઓ સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલજીએ સુરતના વેપારીઓને વચન આપ્યું.

મીડિયાના એકમાત્ર સમાચાર મુજબ એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ કહેવાતા સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ વારંવાર વીજળી કાપનો સામનો કરી રહ્યા છે અને આ બાબતે અનેક વખત વેપારીઓએ ફરિયાદ કરી છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા તેમની કોઈપણ પ્રકારની વાત સાંભળવામાં આવતી નથી. વેપારીઓનું કહેવું છે કે, જો આવી સમસ્યાઓ ચાલુ રહેશે તો વેપારીને ભારે નુકસાની ભોગવી પડશે. સુરત શહેરમાં છેલ્લા 30 મહિનાથી વીવીંગ ટેક્સટાઇલ ના વેપારીઓ વીજળી પુરવઠો ખોરવાતા ભારે પરેશાની છે. અનેક વખત વેપારીઓએ વીજ વિભાગની કચેરીએ ધેરાવ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. પરંતુ આજ સુધીમાં વેપારીઓની વાત કોઈ સાંભળી જ નથી.

આ ગંભીર સમસ્યા પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ દ્વારા પોતાનું નિવેદન આપતા કહ્યું કે, પહેલા દિલ્હીમાં પણ પાવર કટ ખૂબ જ થતો હતો. હવે દિલ્હીમાં 24 કલાક વીજળી આવે છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે તમામ વેપારીઓ ભાઈઓને મારું વચન છે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ 24 કલાક વીજળી આપશું.

ખૂબ નવાઈની વાતો તો એ છે કે ભાજપ હંમેશા ગુજરાત મોડલની વાતો કરે છે. પણ આપણે બધા સૌ જાણીએ છીએ કે અત્યાર સુધીમાં મોડલના નામે જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે. કારણકે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં વેપાર, રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વ મુદ્દા પર કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી. પરંતુ આજે ધીમે ધીમે ગુજરાત મોડલની વાસ્તવિકતા લોકોની સામે આવી રહી છે. ગુજરાત વર્ષોથી વેપારીઓની ભૂમિ તરીકે જાણીતી છે. પરંતુ છેલ્લા 27 વર્ષથી શાસન કરનારી ભાજપ સરકારે ગુજરાતના વેપારીઓના પ્રશ્નનો નિરાકરણ માટેના કોઈપણ પ્રકારના પગલાં ભર્યા નથી. તે વાતનું મને ખૂબ જ દુઃખ થાય છે.

સુરત વીવર્સ એસોસિએશનના પ્રમુખ અને કાપડના વેપારી વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે, પાવર કટની સમસ્યાના કારણે વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. વધુમાં તેમને જણાવ્યું કે અચાનક જ પાવર કટ થઈ જવાના કારણે મશીનોની મોટર પણ બળી જાય છે. વીજળીનું બિલ વધારે આવે છે અને કાપડનું ઉત્પાદન ઓછું થાય છે. વેપારીઓએ જણાવ્યું કે અચાનક જ્યારે પાવર કટ થવાના કારણે વિવિંગ યુનિટ ફરીથી શરૂ કરવાથી 2000 રૂપિયાનું નુકસાન થાય છે. સુરતના કીમ, કરંજ, પીપોદરા, સાયણ, સચિન, ગોથાણા, જલવા અને પરસાણા સહિતના અનેક ઔદ્યોગિક વિસ્તારોમાં વેપારીઓ વીજ કાપની સમસ્યાથી પરેશાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*