5G ટાવર ને કારણે શું કોરોના દર્દીઓના થઈ રહ્યા છે મોત ? જાણો શું કહ્યું મોદી સરકારે.

ભારતમાં જે હાલમાં મહામારી ચાલી રહી છે તેવી જ રીતે અફવાઓ પણ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 5G નેટવર્ક ના કારણે કોરોના દર્દીઓના મોત થઈ રહ્યા છે. વાયરલ થયેલા ઓડિયો માં દાવો કરવામાં આવ્યો છે.

5G ટેસ્ટિંગ ની જાણકારી તમામ આપવામાં આવી નથી અને તેના કારણે લોકોના અચાનક મૃત્યુ થઈ રહ્યા છે. જોકે PIB દ્વારા કરવામાં આવેલા ફેકટ ચેક દરમિયાન વાયરલ થયેલા આ મેસેજ ખોટા હોવાનું સાબિત થયું છે.

હાલમાં જ્યારે મહામારી ચાલી રહી છે ત્યારે અનેક અફવાઓ પ્રકાશમાં આવતી હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ અસત્ય ને બહાર લાવવા PIB ફેકટ ચલાવવામાં આવી રહ્યું છે જે અફવાઓને દૂર કરે છે.

કોરોના મહામારી વચ્ચે દેશમાં ખોટા મેસેજ વાયરલ કરવાનું ચલણ વધ્યું છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર આવા ખોટા અહેવાલો કે મેસેજ જોવા મળે છે. જોકે પીઆઇબી ફેકટ ચેક તરફથી સમય-સમય પર તેની જાણકારી આપીને આવા ખોટા અહેવાલોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે.

ભારતમાં અત્યારે આટલું મોટું સંકટ છે ત્યારે ગુજરાતનાં ગામડાંઓમાં ઘણા લોકોને મોબાઇલ ટાવરને લઇને આશંકા ઊભી થઈ ગઈ છે.

ગુજરાતના ભરૂચના પાલેજ ગામ ખાતે મોબાઇલ ટાવર હટાવી દેવા માટે માંગ કરવામાં આવી છે. પાલેજ ગામ ના સરપંચ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે.

કે 5G ટેસ્ટિંગના કારણે ઘાતક રેડિએશન ફેલાઈ રહ્યા છે અને ટાવર માંથી નીકળતી ઝેરી રેડિયેશનના કારણે હવા પણ ઝેરી બની રહી છે. આ ઝેરી હવાના કારણે લોકોના શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*