અમદાવાદ શહેરમાં આ દુકાનો ખોલવાની મળી મંજૂરી, પોલીસ કમિશનરે આપી મંજૂરી

Published on: 12:13 pm, Tue, 11 May 21

અમદાવાદ શહેરમાં ચશ્મા ની દુકાન ખોલવા, ટ્રાન્સપોર્ટ કંપનીઓને 50 ટકા સ્ટાફ સાથે કોવિડ ની માર્ગદર્શિકા નું પાલન કરવાની શરતે ચાલુ રાખવા, માલવાહક વાહનો ને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા, ટિમ્બરના વેપારીઓને કાચો માલ.

પેકિંગ મટરીયલ મોકલવા શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. માધુપુરા માર્કેટ માં ઓડ ઈવન મુજબ દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ નથી.

આ જ પ્રમાણે જવેલર્સની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી પરંતુ સોની જ્વેલરી બજારોમાં ફિક્સ પોઇન્ટ ગોઠવવા માટે.

તમામ પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. કસ્ટમ ક્લિયરિંગ સ્ટાફને રાત્રી ફરજ માટે સ્પેશિયલ બ્રાંચ પાસેથી પાસ મેળવવા ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓપ્તીશિયન એસોસિએશન દ્વારા ચશ્મા એક મેડિકલ જરૂરિયાતની વસ્તુ છે અને ચશ્માની રિટેલ દુકાન ખોલવાની મંજૂરી માટે કરાયેલી માગણીને સ્વીકારીને ચશ્મા દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી અપાય છે.

ટ્રાન્સપોર્ટ કંપની ને 50 ટકા સ્ટાફ અને વાઈરસની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ શહેરમાં આ દુકાનો ખોલવાની મળી મંજૂરી, પોલીસ કમિશનરે આપી મંજૂરી"

Leave a comment

Your email address will not be published.


*