ગુજરાતમાં દિવસેને દિવસે જીવ દુકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમદાવાદમાં આવેલા CTM બ્રિજ ઉપરથી નીચે કૂદીને એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મિત્રો તમને જણાવી દે કે અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનામાં સીટીએમ બ્રિજ પરથી જીવ ટુંકાવાનું આ ચોથો બનાવ બન્યો છે.
સૌપ્રથમ એક યુવતીએ અહીંથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી એક બાળક અને થોડાક દિવસ પહેલા એક યુવતીએ અહીંથી જીવ ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વધુ એક મહિલાએ અહીં બ્રિજ ઉપરથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. નીચે પડ્યા બાદ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તમામ લોકો મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ સીટીએમ બ્રિજ પરથી ત્રણ લોકોએ નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી એક પણ વ્યક્તિનું મોત થયું ન હતું.
પરંતુ આ વખતે અહીંથી નીચે કૂદીને એક મહિલાએ પોતાનો જીવ ટૂંકાવાનો હતો અને મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલી મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર ઓવરબ્રિજ ઉપરથી નીચે મોતની છલાંગ લગાવ્યા બાદ મહિલાને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં 108 ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આપેલા આજ મહિનાની શરૂઆતમાં એટલે કે એક માર્ચના રોજ એક 23 વર્ષની યુવતીએ આ બ્રિજ ઉપરથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉપરાંત ઘટના બન્યા બાદ તેનો એક સીસીટીવી ફૂટેજ પર સામે આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું.
હાલમાં મહિલાએ કયા કારણોસર પોતાનો જીવ ટુંકાવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા આવે એવું લાગી રહ્યું છે કે CTM બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment