ધંધુકાના માલધારી સમાજના કિશન ભરવાડ નું મૃત્યુ બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છે અને ગઈકાલે જ કિશનની ઉત્તર ક્રિયા કરવામાં આવી હતી.ગૌ રક્ષક કિશન ભરવાડ ના જુના ફોટાઓ અને વિડિયો જ તેમની યાદગીરી બની ગયા છે.
હાલમાં ગાયુ ચરાવતો કિશન ભરવાડ નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.મળતી માહિતી અનુસાર કિશન ભરવાડ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા હતા અને તેઓ ગાયુ ને ખુબ જ પ્રેમ કરતા હતા.
ગાયુ ચલાવતી વખતે કિશન ભરવાડે એક શોર્ટ વિડીયો બનાવ્યો છે જેમાં તે ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા છે.પરિવારજનો માટે કિશન ભરવાડ નો હસતો ચહેરો જોવા માટે આ વિડીયો યાદગીરી સમાન બની ગયો છે. 25 જાન્યુઆરીના રોજ બે શખ્સો દ્વારા કિશન ભરવાડ નો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
ગાયું ચરાવતો કિશન ભરવાડ નો બીજો એક વીડિયો થયો વાયરલ,પરિવારજનો માટે આ વિડીયો બની ગયો યાદગીરી pic.twitter.com/aRJg2wM9aq
— GUJJU ROCKZ (@gujju_rockz) February 6, 2022
અને કિશન ભરવાડ ના મૃત્યુના કારણે માત્ર 20 થી 25 દિવસની દીકરીને પિતા ગુમાવ્યા છે.સોશિયલ મીડિયા પર ગરબે ઘૂમતા અને કંકુ પગલા કરાવતા કિશન ભરવાડ નો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
કિશન ભરવાડ ના પરિવાર માટે તમામ વિડિયો યાદગીરી સમાન બની ગયો છે.કિશન ભરવાડ પોતાની લાડકડી દીકરીને ભણાવી ગણાવીને ડોકટર બનાવવા માંગતા હતા પરંતુ કિશન ભરવાડ ની આ ઈચ્છા અધુરી રહી ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment