“હંસાબેન ભરતભાઈ પરમાર”નો વધુ એક વિડીયો થયો વાયરલ, કહ્યું કે ‘હવે તો મારે બહાર નીકળવું…’ જુઓ શું કહે છે હંસાબેન…

મિત્રો હાલમાં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં એક જ નામ ગુંજી રહ્યું છે. “હંસાબેન ભરતભાઈ પરમાર” મિત્રો હંસાબેન માત્ર પોતાના એક ઇન્ટરવ્યૂથી આજે માત્ર ગુજરાતમાં આજે નહીં પરંતુ દેશભરમાં જાણીતા બની ગયા છે. હવે તો ગુજરાતના મોટા મોટા કલાકારો અને આખ્યાન જેવા કાર્યક્રમમાં પણ હંસાબેન ભરતભાઈ પરમારનું નામ લઈને લોકોને હસાવવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર તમે સૌ કોઈ લોકોએ હંસાબેનનો વિડીયો જોયો જ હશે. ત્યારે હાલમાં હંસાબેન ભરતભાઈ પરમારનો એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

થોડાક દિવસ પહેલા હંસાબેનનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમનું નામ યુઝ કરીને ખોટી રીતે વિડીયો બનાવનાર લોકોને હંસાબેને ચેતવણી આપી હતી. હવે તો મિત્રો હંસાબેન સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. તેમને એક youtube ચેનલ પણ શરૂ કરી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર હંસાબેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, હવે તો મારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, હું મોઢે બાંધીને બહાર નીકળું તો પણ લોકો મને ઓળખી જાય છે અને કહે છે કે માસી એક ઓટોગ્રાફ આપો અને એક ઇન્ટરવ્યૂ આપો.

મિત્રો આ વાત પરથી સાબિત થાય છે કે, હંસાબેન ભરતભાઈ પરમાર ગુજરાતમાં એક સેલિબ્રિટી બની ગયા છે. ખાસ વાત એ છે કે હંસાબેને instagram પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને બે ત્રણ દિવસમાં જ તે એકાઉન્ટને 62000 થી પણ વધારે લોકો ફોલો કરવા લાગ્યા.

મિત્રો હવે આપણે આગામી દિવસોમાં હંસાબેન ને કેટલાક કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે પણ જોઈ શકીએ છીએ. વાયરલ થયેલો આ વિડીયો zalawadi__chhoro નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*