રાજકોટમાં છેલ્લા થોડાક દિવસથી વિદ્યાર્થીઓની જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા દરમિયાન પરીક્ષાના ટેન્શનના કારણે વિદ્યાર્થીઓ દ્વારા જીવ ટૂંકો કરવાનો બનાવ સામે આવી રહ્યો છે.
ચોટીલાના ખેરાણા ગામે રહેતી એક વિદ્યાર્થીનીએ 28 માર્ચના રોજ સવારે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બન્યા બાદ વિદ્યાર્થીનીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 10 દિવસની સારવાર બાદ ગઈકાલે રાત્રે વિદ્યાર્થિનીનું કરૂણ મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલી વિદ્યાર્થીની માતા-પિતાને એકની એક લાડલી દીકરી હતી. વિદ્યાર્થીનીના પિતા ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની સણોસરા માં આવેલી મોડલ શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર 28 તારીખના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી.
આ દિવસે વિદ્યાર્થીનીનું પહેલું પેપર હતું. મળતી માહિતી અનુસાર સવારે ઉઠી ત્યારે વિદ્યાર્થિનીને પરીક્ષામાં નાપાસ થવાનો ડર લાગી ગયો હતો. આ દરમિયાન વિદ્યાર્થિનીએ ડરના કારણે ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ પોતાના પપ્પાને ફોન કરીને કહ્યું કે, પપ્પા મેં ઝેરી દવા પી લીધી છે.
ત્યારબાદ વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દસ દિવસની સારવાર બાદ વિદ્યાર્થિનીનું ગઈકાલે રાત્રે કરૂણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઇને ચોટીલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment