કેનેડામાં વધુ એક ગુજરાતી યુવાનનું મૃત્યુ : મહેસાણાનો યુવાન કેનેડાના દરિયામાં ડૂબી ગયો, યુવાનનું કરૂણ મૃત્યુ…

Published on: 12:55 pm, Wed, 13 April 22

કેનેડામાં રહેતા વધુ એક ગુજરાતી યુવાનનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ મહેસાણાના બારોટ પરિવારના યુવાનનું કેનેડાના દરિયામાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ બારોટ પરિવાર અને મહેસાણા પંથકમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર બે સગા ભાઈઓ ફોટોશૂટ માટે કેનેડામાં આવેલા પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ગયા હતા.

ત્યારે આ દુઃખદ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર પગ લપસતાં નાનો ભાઈ દરિયામાં પડ્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે મોટો ભાઈ પણ દરિયામાં પડ્યો હતો. મોટાભાઈ નાના ભાઈને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે પોતાના નાના ભાઈને બચાવી શક્યો નહીં.

આ ઘટનામાં નાના ભાઇનું મૃત્યુ થયું છે. જ્યારે મોટાભાઈની હાલત ગંભીર છે. આ ઘટનામાં હર્ષિલ બારોટ નામના યુવાનનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ હર્ષિલના માતા પિતાને થતાં માતા-પિતા કેનેડા જવા માટે રવાના થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર મુળ મહેસાણાના હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ નામના બે સગા ભાઈઓ છેલ્લા ત્રણ વર્ષથી કેનેડામાં રહે છે.

બન્ને ભાઈઓ કેનેડામાં આવેલા પેગીઝ કોવ ખાતે ફોટોશૂટ માટે ગયા હતા. બન્ને ભાઈઓ ત્યાં આવેલા લાઈટહાઉસની નજીક એક ખડક પર ઉભા હતા. આ દરમિયાન નાનાભાઈ હર્ષિલ બારોટનો પગ લપસે છે અને તે દરિયામાં પડે છે. નાના ભાઇને બચાવવા માટે મોટો ભાઈ પણ દરિયામાં કુદી પડે છે.

પરંતુ તે પોતાના નાના ભાઈને બતાવી શકતો નથી. મોટાભાઈની નજરની સામે નાના ભાઈ હર્ષિલનું કરૂણ મૃત્યુ થાય છે. ઘટનાની જાણ થતાં કેનેડિયન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે મોડી રાત સુધી બંને ભાઈઓને દરિયામાં શોધખોળ કરી હતી.

લગભગ 8.55 કલાકે ફાયર વિભાગની ટીમને ઝરીન બારોટ દરિયાકિનારાની નજીકથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ હર્ષિલના માતા પિતાને થતાં માતા-પિતા રાત્રે જ કેનેડા જવા માટે રવાના થઇ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેનેડામાં વધુ એક ગુજરાતી યુવાનનું મૃત્યુ : મહેસાણાનો યુવાન કેનેડાના દરિયામાં ડૂબી ગયો, યુવાનનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*