વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતી યુવકનું મોત..! પ્લેન ક્રેશ થતા અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકનું મોત…’ઓમ શાંતિ’

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતની ઘટનાઓ ના વિડીયો સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માત ના વિડીયો તો એવા હોય છે જે જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. આજકાલના લોકોને વિદેશ જવાની ખૂબ જ ઘેલછા લાગી છે. અમેરિકાના લોસ એન્જેલ્સમાં એક પ્લેન દુર્ઘટના ઘટી હતી જેમાં ફ્લાઈંગ સ્કૂલમાં એન.આર.આઈ ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત મૂળ ગુજરાતની વ્યક્તિનું મોત નીપજ્યું છે.

ટુ સીટર સિંગલ એન્જિનના સ્મોલ એરક્રાફ્ટને પાયલટ રોનક કાચડીયા ઉડાવી રહ્યા હતા. જ્યારે પ્લેનને નીચે ઉતારવાનો સમય આવ્યો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારના લોકોને કરી દેવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે તેમના મૃતદેહને હજુ પોલીસ કસ્ટડીમાં જ રાખવામાં આવ્યો છે. તેઓ ડીએનએ ટેસ્ટ કર્યા પછી જ આની ઓળખ અંગે પુષ્ટિ કરશે.

રોનક ના પિતા ગોધરાના વતની હતા અને તેમનું હજુ અહીં ઘર પણ હતું, યુએસમાં ફ્લાઈટ સ્કૂલમાં આ દુર્ઘટના ઘટતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રોનક ના પિતા ઘણા વર્ષોથી પહેલા તેઓ અબુધાબીમાં શિફટ થઈ ગયા હતા. જ્યાં રોનક નો જન્મ થયો હતો અને ત્યાં તેનો ઉછેર પણ થયો હતો.

નોંધનીય છે કે ત્યાર પછી રોનક યુએસએ ની ફ્લાઈંગ સ્કૂલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. ત્યારે બુધવારે રાત્રે તે સ્મોલ ટુ સીટર એરક્રાફ્ટને ટેક ઓવર કરી ટ્રેનિંગ આપતો હતો. આ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી ફ્લાઈલેન્ડિંગ સમયે આ સ્મોલ એરક્રાફ્ટ નું જે ફ્રન્ટ હતું તે જમીન પર પટકાઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર હજુ સુધી મૃતકો ના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ વિગતો અનુસાર રોનકના પરિવારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. તે થોડા વર્ષો અગાઉ જ અમેરિકા શિફ્ટ થયો હતો, ડીએનએ ટેસ્ટીંગ બાદ જ આ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે ત્યાં સુધી તપાસ હાથ ધરાશે.

રોનકના કઝિન રાજુ દરજીએ જણાવ્યું કે આ ફ્લાઈટમાં હવામાં ટેકનિકલ એરર થયું હોઈ શકે છે. ત્યાર પછી એરરના પરિણામે તેણે લેન્ડિંગ કરવાની ફરજ પડી અને જ્યારે તેને જમીન પર મુકાયું ત્યારે આ દુર્ઘટના ઘટી હશે. ટેકનિકલ ખામી વિના આ પ્રમાણેની મોટી દુર્ઘટના ઘટવી તથા લેન્ડિંગ એરર કેવી રીતે થયું? એની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*