વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર અમેરિકામાં સ્થાયી થયેલા સુરતના વધુ એક ગુજરાતીની મોટેલામા જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટનામાં સચિન લાજપોર પોપડા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા કણબી પટેલ પરિવારના 69 વર્ષા જગદીશ પટેલ પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે.
જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. મળતી માહિતી અનુસાર 25 જુન એટલે કે શનિવારના રોજ તેઓ મોડી રાત્રે મોટેલની ઓફિસમાં બેઠા હતા. આ દરમિયાન મોટેલ રૂમમાં રહેતો એક વ્યક્તિ ઓફિસમાં આવીને જગદીશ પટેલ સાથે માથાકૂટ કરવા લાગે છે.
અને ત્યારબાદ તેમના પર બે વખત ગોળી ચલાવે છે. આ ઘટનામાં જગદીશ પટેલના માથાના અને પેટના ભાગે ગોળી વાગી હતી. ઘટના બની આ બાબતે તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 30 જૂનના રોજ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આરોપીએ રૂમનું ભાડું ન આપ્યું હોવાના કારણે માથાકૂટ થઇ હતી. આરોપી મોટેલમાં બે દિવસથી રહેતો હતો. તેને જગદીશ પટેલ પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લીધો છે. જગદીશ પટેલનું આખું ફેમિલી 2007 થી અમેરિકામાં સ્થાયી છે.
તેમના દીકરો અને વહુ બંને અમેરિકાના શિકાગોમાં ડોક્ટર છે. જગદીશભાઈના મૃત્યુના કારણે તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ પહેલા પણ અમેરિકામાં અનેક ગુજરાતીઓના જીવ લઈ લેવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment