રાજ્યમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કેટલાય હસતા ખેલતા પરિવારો વ્યાજખોરોના ત્રાસથી વિખરાઈ ગયા હશે. ત્યારે અમદાવાદનો વધુ એક પરિવાર વ્યાજખોરોના ત્રાસથી વિખરાઈ ગયો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ચોકાવનારી બાબત છે કે, વેપારી કોરોના દરમિયાન પોતાનું વેપાર ન ચાલતા તેને રૂપિયાની જરૂર પડી હતી.
જેથી તેને 4% ના વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો વેપારીને સતત હેરાન પરેશાન કરી રહ્યા હતા. જેના કારણે પહેલા વેપારીની પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું અને ત્યારબાદ વેપારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બંનેના મૃત્યુના કારણે એકના એક દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વેપારીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના દીકરા નિકુંજ પંચાલ શિવ શક્તિ મિનરલ વોટર નામની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવી મિનરલ વોટરનો વેપાર ધંધો કરે છે. મારા દીકરા નિકુંજના લગ્ન 2009માં અંકિતા સંતોષભાઈ પટેલ નામની યુવતી સાથે થયા હતા. આ લગ્નજીવનથી નિકુંજને એક પુત્ર છે. ત્યારબાદ 2016 માં નિકુંજ અને અંકિતાના છુટાછેડા થઈ ગયા હતા. પછી નિકુંજે શ્વેતા પંચાલ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા.
મળતી માહિતી અનુસાર આજથી લગભગ આશરે પાંચેક વર્ષ પહેલાં નિકુંજે તેના મિત્ર અનુપમ પ્રહલાદ પટેલ પાસેથી ધંધાના 15 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. પરંતુ નાણા પરત લેવા માટે નિકુંજ અવારનવાર અનુપમ પટેલ પાસે ઉઘરાણી કરતો હતો. તેમ છતાં પણ અનુપમ નિકુંજ ના પૈસા આપતો ન હતો. કોરોનાની મહામારી ના કારણે ધંધામાં મંદી આવી ગઈ હતી.
જેના કારણે નિકુંજે રાકેશ વિનોદભાઈ નાયક નામના યુવક પાસેથી 10 લાખ રૂપિયા 4% ના વ્યાજે લીધા હતા. તે પેટે કોરા ચેક અને પ્રોમિસરી નોટ અને કરાર આપ્યો હતો. નિકુંજે રાકેશને સમયસર દસ લાખ રૂપિયા વ્યાજ સહિત ચુકવી દીધા હતા. તેમ છતાં પણ રાકેશ નિકુંજ પાસેથી વ્યાજને લઈને અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો.
એટલું જ નહીં પરંતુ પ્રોમિસરી નોટ અને ચેક પરત નહીં આપી મન ફાવે તેવી રકમ ચેકમાં ફરી ચેક વટાવી ચેક બાઉન્સ થયેથી 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપતો હતો. અવારનવાર ઉઘરાણીના કારણે નિકુંજની પત્ની શ્વેતા પણ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ હતી.
દેવાથી કંટાળીને શ્વેતાએ ગત બે જૂનના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. ત્યારે હવે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને નિકુંજે પણ ઘરમાં ગયા ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment