ગુજરાતમાં કોરોના ની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે તેવામાં ગુજરાતના પ્રમુખ શહેરો અને જિલ્લાઓમાં સ્વેચ્છિક લોકડાઉન લાગી રહ્યા છે. કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને ગુજરાતના પાટણ જિલ્લામાં સાત દિવસના સ્વેચ્છિક લોકડાઉન ની જાહેરાત કરી.
જિલ્લામાં લોકડાઉન નો અમલ આવનાર મંગળવારથી સાત દિવસનો સ્વેચ્છિક લોકડાઉન રહેશે અને જિલ્લામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મેડિકલ સ્ટોર આ સિવાય કોઈપણ વસ્તુ દુકાન ખુલ્લી નહિ રહે.
પાટણ જિલ્લાના કલેક્ટર, જિલ્લા એસ.પી અને વેપારીઓ સાથે આજે બેઠક થઇ હતી તેમાં જિલ્લામા કોરોના નું સંક્રમણ વધતા તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવ્યો.
લોકોને લોકડાઉન પહેલા જિલ્લા સરકારે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા અને જરૂરી કામ પતાવવા માટે બે દિવસનો સમય આપ્યો.
પાટણ જિલ્લામાં કોરોના નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું હતું.તેથી પાટણમાં નગરપાલિકા એક જાહેરનામું બહાર પાડી. અને કહ્યું કે 16 એપ્રિલ બાદ તમામ વેપારીઓ અને દુકાન ચલાવતા વ્યક્તિઓને કોરોના ની રસી લેવી ફરજિયાત હશે.
આ બાબતે છો.કોઈ દુકાનદારે કોરોના ની રસી નહીં લીધી હોય તો તેમને દુકાન બંધ કરવામાં આવશે અને રોજગારી કરવા દેવામાં આવશે નહીં.
અને જિલ્લામાં સાત દિવસના લોકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિ કામ વિના બહાર નીકળશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને માસ્કના પહેરનાર પાસેથી દંડ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment