ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાર્ટ એટેક આવવાના કારણે વધુ એક વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર વેપારીએ પોતાના ઘરે નાસ્તો કર્યા બાદ તેઓ બાથરૂમ તરફ જતા હતા, ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર ડોક્ટરે વેપારીની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
વેપારી નું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા વેપારીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો 150 ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલા નજીક રહેતા અને વિજયપ્લોટમાં જલારામ ઓટો પાર્ટ્સ નામે દુકાને ધરાવતા 45 વર્ષેના દિનેશભાઈ વિઠ્ઠલભાઈ તારપરા બે દિવસ પહેલા સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા.
સવારે બ્રશ કર્યા બાદ તેમને ચા પાણી અને નાસ્તો કર્યો હતો. ત્યારબાદ તેઓ બાથરૂમ તરફ જતા હતા, ત્યારે અચાનક જ તેઓ ફળિયામાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા અને દિનેશભાઈ ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દિનેશભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈ ના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દિનેશભાઈ ના મોતના કારણે એક 18 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment