મહામારી માં સામાન્ય નાગરિકને વધુ એક ફટકો, સીંગતેલ-કપાસિયા તેલ ના ભાવમાં થયો વધારો.

151

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહામારી એ કાળો કહેર વર્તાવ્યો છે. આ મહામારી મા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ માં વધારો ઝીંકાતા ગૃહિણીઓની હાલત કફોડી બની છે.આઠ દિવસમાં સીંગતેલ ના ભાવ માં રૂપિયા 30 થી 40 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ વર્ષે સીંગતેલ નો ભાવ 2700 ને પાર પહોંચ્યો છે.

ગત વર્ષે સીંગતેલ ના ડબ્બો 2200 રૂપિયા હતા. એક વર્ષમાં સીંગતેલ માં ભાવમાં 700 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલમાં ડબ્બે આઠ દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ નો ડબ્બો 2450 થી 2500 ની સપાટીએ પહોંચ્યો છે.

કપાસ તેલના ભાવ ગત વર્ષે 1370 થી 1400 રૂપિયા હતા. એક વર્ષે કપાસિયા તેલ ના ડબ્બા 1000 વધારો થયો છે. પામોલોન તેલના ભાવ 2100 રૂપિયા ભાવ છે. ગયા વર્ષે 1150 થી 1200 રૂપિયા ભાવ હતો.

પામોલીન તેલ ના એક વર્ષમાં 1000 રૂપિયા નો વધારો થયો છે. સનફ્લાવર ના ભાવ 2700 રૂપિયા ડબ્બા નો ભાવ હતો. ગત વર્ષે 1500 રૂપિયા ભાવ હતા.

એક વર્ષમાં સનફલાવર તેલ માં 1200 રૂપિયા વધારો થયો છે. મારામારીના સમય વચ્ચે દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જાય છે તે ઉપરાંત ખાધ તેલ માં ભાવ પણ વધી રહ્યા છે.

હાલના મહામારી ના સમયમાં સામાન્ય નાગરિક ને કમાણીનો કોઈ સ્ત્રોત નથી ત્યારે દિવસેને દિવસે મોંઘવારી વધતાં સામાન્ય નાગરિક ચિંતામાં મુકાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!