ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે આપણે તેવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ. વિગતવાર વાત કરીએ તો, જામનગર-ખીજડીયા બાયપાસ રોડ પર સમરસ હોસ્ટેલ પાસે આજથી 25 દિવસ પહેલા એક રખડતા ખૂટીયાએ એકટીવા ચાલકને અડફેટેમાં લીધો હતો.
જેના કારણે સ્કૂટી પર સવાર યુવક ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ મહેશ કાનજીભાઈ સોલંકી હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. મહેશ જામનગરમાં હર્ષદ મીલની ચાલી પાસે પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગત એક તારીખના રોજ મહેશ પોતાની એકટીવા લઈને સમરસ હોસ્ટેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
આ દરમિયાન રસ્તામાં એક રખડતો ખૂટ્યો આડો આવ્યો હતો અને તેને મહેશની એકટીવાને અડફેટેમાં લીધી હતી. જેના કારણે મહેશ ફંગોળાઈને જમીન પર પડી ગયો હતો. સમગ્ર ઘટના બની આબાદ મહેશને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં આજરોજ સવારે સારવાર દરમિયાન મહેશનું મોત થયું હતું. દીકરાનું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment