ઉત્તરાયણના તહેવાર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાનું એલાન, જાણો કારણ.

172

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે ભાજપ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે બીજી તરફ, રાજ્ય ચૂંટણી પંચે પણ ચૂંટણીના આયોજનને લઇને ધમધમાટ શરૂ કર્યો છે. આજે રાજ્ય ચૂંટણી પંચે સમીક્ષા બેઠક નું આયોજન કર્યું છે.

ઉત્તરાયણના તહેવાર પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને એલાન થઈ શકે છે.કોરોના મહામારીમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે ઇન્ડિયા ચૂંટણી પંચ માટે પણ આ ચૂંટણી યોજવી એક પડકાર સમાન છે.

ચૂંટણી ના આયોજન માટે રાજ્ય ચૂંટણી પંચની મહત્વની બેઠક મળવાની છે. જેમાં ચૂંટણીઓની તારીખ નક્કી કરવામાં આવી શકે છે.ઉત્તરાયણના પર્વ બાદ 18 મી એ ચૂંટણીઓનું એલાન થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

રાજ્ય ચૂંટણી પંચ વિવિધ વિભાગો સાથે સંકલન સાધી ચૂંટણી યોજવા આયોજન કરી રહ્યું છે. કોરોના મહામારી ના કારણે ચૂંટણીમાં જોડનાર કર્મચારીઓને ppt કીટ થી માંડી સેનેટાઈઝર સહિતની સુવિધા આપવામાં આવશે. મતદારો માટે મતદાન કેન્દ્રમાં સેનેટાઈઝર.

જેવી અનેક સુવિધાઓ આપવામાં આવશે.સૂત્રોના મત મુજબ સ્થાનિક મહાનગરપાલિકા, પંચાયતોની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ શકે છે. ભાજપ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની નજર પણ આ ચૂંટણી પંચ પર મંડાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!