ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ તથા વિશ્વના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન ખૂબ જ ધામધૂમથી આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં આશરે 5000 કરોડ કરતાં પણ વધારે નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં દેશ-વિદેશના તમામ પ્રતિષ્ઠિત મહિમાનો બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી રાજકારણ રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ દિગ્ગજો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રજવાડી લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખૂબ જ યાદગાર ખાસ અને વિશિષ્ટ બન્યા હતા જેની તસવીરો હજુ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ત્યારે આ લગ્નના તમામ લોકો વખાણ કરી રહ્યા છે સમગ્ર લગ્નનું આયોજન હિન્દુ પરંપરા અને ભારતીય રીત રિવાજ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હલદી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમ આયોજન થયું હતું.
આ લગ્ન બાદ કપલ પોતાના વતન જામનગર ગયા હતા જ્યાં જામનગરવાસીઓ દ્વારા ઢોલ નગારા શરણાઈ અને પુષ્પ વર્ષા કરી રજવાડી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આબાદ સમગ્ર અંબાણી પરિવાર સહિત અનંત અને રાધિકા ઓલમ્પિક 2024માં ખેલાડીઓને સપોર્ટ કરવા માટે પેરિસ પહોંચ્યા હતા જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે વાયરસ તસવીરોમાં જોવા મળ્યું હતું કે તેમાં મુકેશ અંબાણી નીતા અંબાણી નવા કપલ અનંત અને રાધિકા સાથે અંબાણી પરિવારની લાડકી દીકરી ઈશા અંબાણી અને તેમના જમાઈ આનંદ પિરામલ સાથે જોવા મળ્યા હતા.
આ માહોલ વચ્ચે અનંત અને રાધિકાના હનીમૂનની તસવીરો પણ વાયરલ થઈ રહી છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે પેપરાજીના કેમેરામાં હંમેશા અનંત અને રાધિકા કેદ થતા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર અનંત અને રાધિકા પોતાના હનીમૂન માટે પનામાં ગયા હોવાની વિગતો બહાર આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે પનામા માં અનંત અને રાધિકા મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. સમગ્ર દુનિયામાં આટલી મોટી નામના ધરાવતા હોવા છતાં પણ અનંત અને રાધિકા પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મને હંમેશાં સાથે રાખે છે પોતાના હનીમૂન સમય દરમિયાન પણ તેમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી દરેક લોકોના દિલ જીતી લીધા હતા.
આ મંદિરની મુલાકાત દરમિયાન બંને લોકો સંપૂર્ણ સાદગી પૂર્વક જોવા મળ્યા હતા. તસવીરોમાં જોઈ શકો છો કે અનંતે શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. જ્યારે રાધિકાએ કો ઑર્ડ સેટમાં પોતાના લુક ને કમ્પલેટ કર્યો હતો. બંને લોકોએ મંદિરમાં હાજર તમામ લોકોનું પોતાના હાથ જોડી અભિવાદન કર્યું હતું. તસવીરોને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ અનંત અને રાધિકાના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેમને લગ્નજીવન માટે ફરીવાર આશીર્વાદ પણ પાઠવ્યા હતા.