રીલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનો થોડાક દિવસ પહેલા જન્મદિવસ હતો અને તેમનો જન્મ 10 એપ્રિલ 1995 ના રોજ થયો હતો અને અનંત અંબાણી હવે ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે
ત્યારે જામનગર ખાતે તેમના થોડાક સમય પહેલા પ્રિ વેડિંગ સેરેમની પણ હતી અને આ કાર્યક્રમ માં દેશ દુનિયાના અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ આવ્યા હતા.પ્રી વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણી નું એક અલગ જ રૂપ સામે આવ્યું હતું જેમાં તેઓ પોતે વન્ય પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને તેમના સરક્ષણ માટે થઈ રહેલા કાર્ય વિશે માહિતી આપી રહ્યા હતા
અને વન્ય પ્રાણીઓ માટે સ્થાપિત વનતારા વિશે માહિતી આપતા આનંદ અંબાણીએ કહ્યું કે આ વિશ્વનું સૌથી મોટું સેન્ટર છે.અનંત અંબાણીએ કહ્યું કે તેમનો જુસ્સો જંગલી પાકોનું સરક્ષણ કરવાનું છે. તેઓ વન્યજીવોની સેવા કરવાનું તેઓ તેમની માતા પાસેથી શીખ્યા છે
અને પ્રાણીઓની સેવા એ સૌથી મોટી સેવા છે અને જામનગરમાં 1000 એકરનું જંગલ બનાવ્યું છે અને જેમાં 8:30 કરોડ જેટલા વૃક્ષો વાવ્યા છે અને વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ પણ જામનગરમાં છે.અનંત અંબાણીએ જણાવ્યું કે કોરોના સમયગાળા દરમિયાન વન્ય જીવ બચાવ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું
અને આ માટે તેમને 600 હેકરમાં જંગલ બનાવ્યું છે જેમાં હાથીઓ માટે સંપૂર્ણ બચાવ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને 2008માં અહીં પ્રથમ હાથીને બચાવવામાં આવ્યો હતો અને અનંત અંબાણીએ કહ્યું કે ગ્રીન ઝોઓલોજીકલ રેસ્ક્યુ સેન્ટર વર્ષ 2020 માં શરૂ થયું અને હાલમાં 3000 લોકો ત્યાં કામ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment